1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતભરમાં અંગારા વરસાવતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા
ગુજરાતભરમાં અંગારા વરસાવતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા

ગુજરાતભરમાં અંગારા વરસાવતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા

0
Social Share

અમદાવાદ, 12 મે 2026 : Unbearable temperatures ગુજરાતભરમાં ઉનાળો વધુ આકરો બન્યો છે, આકાશમાંથી અંગારા વરસાવતી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. છેલ્લા પાંચ દિવસમાં ગરમીમાં બેથી ચાર ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે. અસહ્ય ગરમીને લીધે જનજીવન પર અસર પડી છે, બપોરના ટાણે મહાનગરોમાં પણ રસ્તાઓ સુમસામ બની જાય છે. રાતના સમયે પણ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેતા અને હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા લોકો અસહ્ય બફારા અનુભવી રહ્યા છે.

ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને વટાવી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઝાલાવાડ પંથકમાં તો ગરમીએ રેકર્ડ તોડ્યો છે. તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી જતા જનજીવન પર માઠી અસર પડી છે. બપોરના ટાણે મોટાભાગના લોકો ઘરમાં પૂરાઈ રહે છે, તંત્ર દ્વારા બપોર દરમિયાન બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાનની આગાહી છે. રાજ્યના અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે. પશ્વિમી પવનો ફૂંકાતા ગરમીની અસર રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની તુલનાએ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ તાપમાન નીચુ રહેતુ હોય છે. પણ આ વખતે દક્ષિણ ગુજરાતના તાપમાનમાં પણ વધારો થયો છે. સુરતમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 6.8 ડિગ્રી વધુ છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદમાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરી છે. આજે પણ આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહે તે પ્રકારની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને વટાવી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું છે. જ્યાં તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કંડલા એરપોર્ટમાં પણ 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 17 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તો અમદાવાદ સહિતના 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code